________________ 210 ભીમસેન ચરિત્ર કિનારે આવેલું નાવ ડૂબી ગયું હતું. તે ભાંગેલા પગે પાળ ઉપર મહામહેનતે બેઠે. . ત્યાં દૂર ઝાડ ઉપરથી વાંદરાએ હુપાહુપ અવાજ કયો. ભીમસેનની નજર તરત જ એ અવાજની દિશા તરફ ગઈ. અને જોયું તો વાંદરો તેના ભાવિને આમતેમ ઝુલાવી રહ્યો હતો. તેને દાંત મારી રહ્યો હતો. નખ ભરી રહ્યો હતો અને તેની સાથે આનંદથી રમી રહ્યો હતો. ભીમસેન ઉતાવળે એ ઝાડ તરફ દોડે. ઝાડ નીચે ઊભા રહી તેણે હાકોટા કર્યા. એ સાંભળી વાંદરાએ જોરથી હુપાહુપ કરવા માંડયું. ભીમસેને પથ્થર ફેક. વાંદરાએ તે ઘા ચૂકવી દીધો. અને છલાંગ મારતો જ બીજા ઝાડ ઉપર ચડી ગયે. ભીમસેન પણ તેની પાછળ દો . આ સમયે તો તે આસ્તે રહીને ઝાડ ઉપર ચડે. પણ જે એ વાંદરા પાસે પહોંચ્યો કે તુરત જ વાંદરો બીજી ડાળે પહોંચી ગયે. વાંદરાના હાથમાંથી કંથી છોડાવવા ભીમસેને ઘણું મહેનત કરી. પરંતુ વાંદરાના પવનવેગી કુદકાઓને લીધે એ મહેનત સફળ ન થઈ શકી. વાંદરો એક ઝાડથી બીજે, ને બીજેથી ત્રીજા ઝાડે કૂદતે ભીમસેનની નજર બહાર થઈ ગયે. હવે કંથી પાછી મળવાની કોઈ જ આશા ન રહી. ભીમસેનનું હૈયું નંદવાઈ ગયું. ઘોર નિરાશાથી તેનું મન માંગી પડ્યું. તેને વદન ઉપર ભારે વિષાદ છવાઈ ગયે. કકળતા અંતરે એ વિચારવા લાગ્યું : II I IIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust