________________ મેત પણ ન આવ્યું 201 જોઈ. રત્નોની પરખ કરી. હીરાને નાણી જેયા અને તેની કીંમત પણ કાઢી જોઈ. કોઈએ ત્રણ લાખ કહ્યા. કોઈએ ચાર લાખ કહ્યા. એક બે જણાએ પાંચ લાખ આપવા કહ્યું. ભીમસેનનું મન માનતું નહોતું. તેને હજી વધુ દામની ઈચ્છા હતી. કારણ તે જાણતો હતો કે આ રન ને હીરા ઘણું જ મૂલ્યવાન છે. છેવટે એક ઝવેરીએ તેની આખર કીમત આંકી. “ભાઈ આ રને ને હીરાની કીંમત નવ લાખ રૂપિયા થશે. એથી વધુ હું તને આપી શકું તેમ નથી. તારી ઈચ્છા થતી હોય તે વેચી જા.” ભીમસેનની ધારણા હતી કે ઓછામાં ઓછા દસેક લાખ તો આની કીમત ઉપજશે જ. તેણે અત્યાર સુધી છ લાખથી વધુ કીમત સાંભળી ન હતી. આ ઝવેરીએ જ માત્ર નવ લાખની કીંમત કરી. એ ઝવેરી સાથે તેણે થોડા વધુ આપવા રકઝક કરી. છેવટે એ રો ને હીરાને સોદો પતી ગયે. ભીમસેન નવ લાખ રૂપિયા લઈને શેઠ પાસે આવે. | અને વિનયપૂર્વક બધી હકીકત જણાવી. શેઠ તો ભીમસેનની પ્રમાણિકતા ઉપર વારી ગયા. તેમને મનમાં થયું: “આ કેટલો બધો પ્રમાણિક પુરુષ છે ? નવ લાખને બદલે તેણે મને ચાર–પાંચ જ લાખ આપી દીધા હોત તો મને શી જાણ થાત ? ખરેખર, આ ભીમસેનની મારે યોગ્ય કદર કરવી જોઈએ.” ભીમસેન ! તે તો ભારે કરી ભાઈ! તે આજ ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust