________________ 21 વિધાતા! આમ ક્યાં સુધી? છ માસનો વાયદો આપી ભીમસેન ચાલ્યો ગયે હતો. દેવસેન અને કેતુસેનની સઘળી જવાબદારી હવે સુશીલાના માથે પડી હતી. એક સમયની રાજરાણું આજ રસ્તાની ભિખારણ બની ગઈ હતી. સુશીલાનાં દુઃખ અને યાતનાઓનો પાર ન હતે. પતિના વિરહમાં તે સુકાતી જતી હતી. તેનું મન ઘણીવાર ચંચળ બની જતું હતું, દેવસેન અને કેતુસેન તે સમયે તેને સારા સહાયરૂપ બની રહેતા હતા. તે બેને જેઈ હિંમત ટકાવી રાખતી હતી અને અનેક દુઃખને એ સમભાવે સહી લેતી હતી. ભદ્રા શેઠાણીએ કાળો કકળાટ કરી તેમને ઘર બહાર ધકેલી મૂકયા ત્યારથી સુશીલા ગામની બહાર એક ઘાસની ઝૂંપડીમાં રહેતી હતી. ત્યાં રહી આજુબાજુના પાડેશીઓ વગેરેનાં ઘરકામ કરતી. કોઈનાં વાસણ માંજતી, કોઈનાં પાણી ભરતી. કેઈનાં કપડાં છેવા જતી. કુંભારના ઘરના માટલાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust