________________ ભીમસેન ચરિત્ર સરસ કામ કર્યું છે, આ રનની કીમત તું તારી પાસે જ રાખ. અને તેમાંથી તેને ઠીક લાગે તેમ ખર્ચજે. આટલું તને મારું મહેનતાણું. હવે જે રત્નો તું મને મેળવી આપે તેટલામાં મારાં. આ ઉપર હવે તારે જ અધિકાર રહેશે.” શેઠે કીધુ. ભીમસેને ઉપકારવશ બની એ રકમ લઈ લીધી, અને બીજે દિવસથી ફરી કામે ચડી ગયે. અને શેઠને ખૂબ જ રત્ન અને હીરા મેળવી આપ્યા. એક દિવસે ભીમસેને કીધું : “શેઠ હવે આ ભૂમિમાં કયાંય રને નથી. માટે તમે મને હવે જવાની અનુજ્ઞા આપો. શેઠે ભીમસેનને ભાવપૂર્વક વિદાય આપી. ભીમસેન પણ જતા સમયે ગળગળે બની ગયે. અને તેમને વારંવાર ઉપકાર માનવા લાગ્યો. શેઠની શુભાશિષ મળતાં જ તે પિતાના બાળકો પાસે આવવા અધીરો બની ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust