________________ I IIIIIIIII માત પણ ન આવ્યું 197 આ રીતે સૂઈ જવાય? ના..ના......હું તે જમીન ઉપર જ સૂઈ જઈશ. આમ વિચારી તે જમીન ઉપર હાથનું ઓશીકું કરીને આડો પડ. નવકાર મંત્ર ગણતાં ગણતાં જ સૂઈ ગયે તે સવાર વહેલી પડે. હે ફાટતા તે શેઠના ડેરા તંબુ છૂટવા લાગ્યા. બળદો ગાડે જોડવામાં આવ્યા. ગધેડાઓ ઉપર સામાન લાદવામાં આવ્યો. ઘોડાઓ ઉપર જીન નાંખ્યું. સવારે તૈયાર થઈ ગયા. ચાલવાવાળા ભોમિયા સાબદા થઈ ગયા. ભીમસેન પણ આ સૌ કામમાં મદદ કરવા લાગ્યું. સામાન ઊંચકી ઊંચકીને ગાડામાં ભરવા લાગ્યા. ઘડાઓ ઉપર જીન સરખું નાંખ્યું. અને પોતે પણ સાબદા થઈ ગો. અને સૌ ચાલવા લાગ્યા રેહણાચલ પર્વત તરફ. - સવારે સફર. બપોરના કોઈ શીતળ છાંય તળે આરામ. બપોર નમતાં ફરી પાછી દડમજલ અને રાતે ગામના પાદરે ડેરા તંબુમાં શયન. આમ સૌ કૂચ કરતા હતા. ભીમસેન કયારેક પગપાળા ચાલતું હતું. તો કયારેક ઘોડા ઉપર. તે કયારેક ગાડામાં. તેને આ સફર અને સાથીદારો સાથે આનંદ =આવતો હતો. તે પિતાનું દુઃખ ધીમે ધીમે ભૂલતો જતો _હતું. અને જીવનને ઉલ્લાસ માણી રહ્યો હતો. વચમાં વચમાં _કયારેક પિતાના પરિવારની દુઃખદ અને કરુણ યાદ આવી જતી. ત્યારે બળપૂર્વક એ યાદને ખંખેરી નાંખતે. અને ભાવિની ઉજજવળ આશામાં પંથ કાપે જતે હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust