________________ સુશીલાને સંસાર મારા ઉપર આપ સૌનો ઘણે જ ઉપકાર છે. હું તમારા સર્વને ઋણી છું. આજ હું તેને જરાય બદલો ચૂકવી શકું તેમ નથી. આથી તમે મારા ઉપર દયા અને કરુણું વર્ષાવી મારા એ ઋણ ભારમાંથી મને મુક્ત કરજે. મેં આ જન્મમાં ઘણાં ભયંકર દુઃખે અનુભવ્યાં છે. એ માટે હું તમારામાંથી કોઈનેય દોષ દેતો નથી. મારા જ કર્મનું એ ફળ છે. પૂર્વભવના કોઈ અશુભ કર્મના પરિ. ણામે આ ભવમાં મારે એ બધું ભેગવવું પડયું છે. આથી તેમાં હું તમારા કોઈને અપરાધ જેતે નથી. હું હવે મરણને શરણ થાઉં છું, ત્યારે હું અઢાર લાખ, વીસ હજાર એકસોને વીસ વાર મિથ્યા દુકૃત માગું છું. ' હે અરિહંત ભગવંત! તમોને નમસ્કાર થાઓ. હે સિદ્ધ પરમાત્મા ! તમને મારા પ્રણામ હ ! હે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય આચાર્ય ભગવંત ! હું તમને પ્રણિપાતુ છું. અને હે સર્વ લોકના મુનિ શ્રમણ ભગવંત ! મારા તમને આ આખરના છેલલા છેલલા નમન.” આમ પ્રભુપ્રાર્થના કરી ભીમસેને પિતાના ગળા ફરતી વડવાઈઓને વીંટાળવા માંડી. અને કસ કસીને બાંધી દીધી. અને પછી પોતે અદ્ધર ઝૂલવા લાગ્યો. અને મતની વાટ જેતા નવકારમંત્રનું રટણ કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust