________________ મત પણ આવ્યું 189 હતું. ઘડી પછી તે એ સઘળા દુઃખને, જીવન સમસ્તની યાતનાને અંત આવવાનો હતો. પણ વિધાતાએ ભીમસેન માટે કંઈ જુદુ જ નિર્માણ કર્યું હતું. તેણે સુખ માંગ્યું તો દુઃખ આપ્યું. ભિખ માંગી તે તિરસ્કાર આપો. નોકરી માંગી તે બેકારી આપી.અરે ! મત માંગ્યું તે એણે જીવન આપ્યું. કેઈ વાતે ય વિધાતા તેની તરફેણ નહતી કરતી. એ કઈ જુદા જ મિજાજમાં હતો. ભીમસેનને તેણે મોતના મુખમાંથી પાછો ધકેલી દીધો. શેઠે આવીને તેના ઉપર દયા કરી. પોપકાર કર્યો. કહ્યું છે કે, પારકાના ભલા માટે જે પ્રયત્ન નથી કરતા તેઓનો જન્મ નિષ્ફળ જ છે. માટે માનવીએ પોતાનાથી બને તે તમામ રીતે સામા માણસ ઉપર જરૂરથી ઉપકાર કરવો. પરોપકાર કરવા જતાં પ્રાણની આહુતિ દેવી પડે તે પણ દઈ દેવી. કારણ પરોપકાર કરવા જતા થતું મરણ શ્રેષ્ઠ છે. અને વિધાતાએ સૂર્ય, ચંદ્ર, વૃક્ષો, નદી, ગા અને સજનોનું સર્જન પરોપકાર માટે જ કર્યું છે. હવે જે માણસો અન્યને ઉપકાર નથી કરતા, તેનાથી તે જંગલમાં ઉગેલું ઘાસ પણ ઉત્તમ છે, એ ઘાસ જેવું ઘાસ પણ પોતાના પ્રાણનું બલિદાન દઈ પશુઓનું પોષણ કરે છે. લડાઈમાં લડતાં સૈનિકોનું તે રક્ષણ કરે છે. - શ્રી જનાર્દને એક વખત કાંટો લઈને પરોપકાર અને મુકિતને તન્યાં અને તેમણે નકકી કર્યું કે મુકિત કરતાં પણ પપકાર બહુમૂલ્ય છે. અને આ માટે એમ કહેવાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust