________________ સુશીલાને સંસાર 179 વિધાતા ! કઈ માતા પિતાના બાળકોને દુઃખી જોઈ શકે ? મારાથી એમનું દુઃખ નથી સહન થતું. . કયાં એ રાજકુળનાં સંતાનો? એક વખત તેઓ છત્રપલંગમાં પઢતાં હતાં, મેવા-મિઠાઈ આરેગતાં હતાં, સેનાના ઝૂલે ઝૂલતાં હતાં. હીરા–મતીના રમકડે રમતાં હતાં. કીનખાબ અને જરીનાં કપડાં પહેરતાં હતાં. એક કરતાં એકવીસ વસ્તુ તેમને મળતી હતી. આજ્ઞા પણ નહોતી કરવી પડતી. વગર કીધે જ બધું તેમને મળી જતું હતું. સદાય આનંદ અને મસ્તીમાં રહેતાં હતાં. રાત પડે નિરાંતે સૂઈ જતાં હતાં. સવારે ઊઠી ફરી ખેલકૂદમાં પડી જતાં હતાં. અને જ્યાં આજનાં મારાં આ બાળકો કહે છે વિધાતા ભૂખે ઉઠાડે છે પણ ભૂખે સૂવાત નથી.' વિધાતા ! હું તને પૂછું છું ક્યાં છે તારે આ ન્યાય? મારા બાળક બબ્બે દિવસથી ભૂખ્યાં જ સૂઈ જાય છે અને ભૂખ્યાં જ ઊઠે છે અને જ્યારે તેમને ખાવાનું મળે છે ત્યારે પણ તે લૂખું-સૂકું, એઠું--જૂહું: ' અરે ઓ વિધાતા ! તું મારા બાળકે પાછળ શાં માટે પડ છે? તેમને બિચારાઓને તે સુખે જીવાડ. તેમને રાજ ન આપે તો કંઈ નહિ. સેનાના ઝલે ન ઝલવે તે ચે કંઈ નહિ. તેમને મસાલા દૂધ ને ભારે મીઠાઈ ન ખવડાવે તો કંઈ નહિ, તેમને પહેરવા કિંમતી પિષક ને આપે તો કંઈ નહિ, પણ તેમને નિરાંતે બે ટંકનો લૂખોસૂકે રોટલે તો રોજ આપ. તેમને પહેરવાં પૂરતાં કપડાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust