________________ સુશીલાને સંસાર 177 છ મહિના તે કયારના ય થઈ ગયા બેટા ! પણ શી ખબર એ કેમ નહિ આવ્યા હોય ? મને પણ તેમની રેજ સતત ચિંતા થાય છે. શું થયું હશે એમને ? એ સાજાસરવા તે હશે ને ? એ ત્યાં સુખી તો હશે ને ? શું કરતા હશે? કયાં ખાતા-પીતા હશે ? કયાં રહેતા હશે ? આવા આવા તો બેટા ! હજારો વિચાર મને આવે છે. તેમની રાહ જોઈ જોઈને હવે તે મારી આંખે પણ થાકવા આવી છે. દિવસે ગણીગણીને તે મારા વેઢા પણ ઘસાઈને દુઃખવા આવ્યા છે, પણ બેટા! તું ચિંતા ન કરીશ હે! તારા પિતાજી હવે થોડા જ દિવસમાં આવી જશે. અત્યારે હવે તું સૂઈ જા.” સુશીલાએ કેતુસેનને થાબડીને સૂવરાવવા માંડે. ડીવારમાં કેતુસેન ઊંઘી ગો. માના હાથમાં જ એકમાત્ર એવો જાદુ છે, જે તેને સ્પર્શ થતાં જ ભૂખ્યું બાળક પણ નિરાંતે ઊંઘી જાય છે. કેતુસેન પણ સુશીલાને વાત્સલ્યભર્યો સ્પર્શ પામતાં જ ઘસઘસાટ ઊંઘ અનુભવવા લાગ્યો. - ત્યાં દેવસેન ફરિયાદ કરવા લાગ્યું: “મામા! મને કંઈ ઓઢાડ ને, મને બહુ ટાઢ વાય છે.” - સુશીલાએ તરત જ ઊભા થઈને પિતાની નીચે પાથરેલું ફાટેલું કંતાન તેના ઉપર ઓઢાડયું અને જે એક જાળિયું ઉઘાડું હતું, તેની બારી બંધ કરી દીધી અને પછી પિતે જમીન ઉપર જ સૂઈ ગઈ. * પણ એમ ઊંઘ શેની આવે? એક તો બહાર સાત ભી. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust