________________ - 182 ભીમસેન ચરિત્ર વિચારથી મારાથી રડી પડાય. છે! માએ અર્ધા સાચા ખુલાસો કર્યો.” - “માતું નકામી ચિંતા કરે છે. પિતાજી તે હવે એક બે દિવસમાં જ આવી પહોંચશે. તું ધીરજ રાખ. આટલા મહિના રાહ જોઈને તે આપણે કાઢયા. હવે શું બે ચાર દિવસ નહિ નીકળી જાય?” દેવસેને માને આશ્વાસન આપવા માંડયું. બિચારે ભીમસેન ! બહાર ઊભો ઊભે એ આ બધું સાંભળી રહ્યો હતે. એક એક શબ્દ તેનું હૈયું વલેવાઈ જતું હતું. એ વિચારતો હતો : આહ ! મારા આગમનની આ લકે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે ! આજ આવશે કાલ આવશે. એમ જ મારી વાટ જુએ છે, ને કેવી કેવી આશાએ બાંધીને દિવસો પસાર કરે છે ? -. અને જ્યારે આ બધાં જાણશે કે હું આવી ગયો છું ને ખાલી હાથે પાછો ફર્યો છું, ત્યારે ન જાણે એમના આશાભર્યા હૈયા ઉપર શું ને શું ચે વીતશે ? બાળકોના અરમાન ઉપર તે વીજળી જ તૂટી પડશે. સુશીલાનું હૈયું પણ ભાંગી જશે. અને મારા મળવાથી તો તેઓ સાવ જ ભાંગી પડશે. તેમના અંતરને ભારે ધકકો લાગશે. ખરેખર મને ધિકાર છે! મારા જન્મને ધિક્કાર છે! પુરુષ જે પુરુષ થઈને પણ હું ખૂદ મારા એકલાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust