________________ - 15: ભદ્રાની ભાંડણલીલા ભીમસેન રાજકુળમાં જન્મ્યો હતો. એ રાજવી સંતાન હિતે. જન્મથી જ તેણે સુખ અને શૈભવ જોયા હતા. રાજ ગાદીએ બેઠા પછી અને એ પહેલાં પણ તેણે માત્ર હુકમો જ કર્યા હતા. પાણી લેવાની પણ તેને મહેનત નહોતી પડી. આથી એને આજ્ઞા ઝીલતાં કયાંથી આવડે. પરંતુ પરિસ્થિતિ આગળ માનવીને નમવું પડે છે. જે કદી ન કર્યું હોય, તે કરવું પડે છે. એ ન આવડતું હોય તો તે કરતાં શીખવું પડે છે. લક્ષ્મીપતિ શેઠ સ્વભાવે દયાળુ અને નમ્ર હતા. સામા માણસના દુઃખ-દર્દ અને તેની શક્તિ અશક્તિ જાણું શકતા હતા. ભદ્રા શેઠાણી અને તેમનામાં આભ જમીનનું અંતર હતું. ભીમસેનને તેમણે પ્રેમથી બધું કામ શીખવાડ્યું. માલ કેવી રીતે આપ, દુકાનમાં માલ કેવી રીતે ગોઠવવે, ઘરાક સાથે કેવી રીતે વર્તવું, તેઓ પોતાની દુકાનેથી જ માલ કેવી રીતે લઈ જાય તેમજ માલની કીમત શું, વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust