________________ 133. ભીમસેન ચરિત્ર વહેલી સવારથી જ તેણે સુશીલાને કામે જોતરી. સવારના પહોરમાં સૌ પ્રથમ તેને દળવાનું કામ સોંપ્યું. દેળાને ઊઠે એટલે તરત જ ઘરમાં વાસી પૂજે કાઢવાના. એ કરીને તળાવે ને કુવે પાણી ભરવા જવાનું. એ પછી તેને સવારમાં લુખ-સુકે નાસ્તો કરવા આપતી, એ નાસ્તો કરી રહે એટલે તરત જ તેને નદીએ કપડાં ધોવા મોકલતી. કપડાં ધોઈને આવે કે બપોરનાં વાસણ મજાવતી. અને બપોરના ભોજનમાં પણ ગણત્રી ગણુને જ ખાવા આપતી. વાસણ મંજાઈ જાય એટલે કપડાં વાળવા બેસાડતી. બાળકે પાસે પણ કપડાં વળાવતી. કપડાંનું કામ પતી જાય એટલે અનાજ સાફ કરવાનું કામ કાઢતી. આમ ઠેઠ રાત સુધી કામ કરાવતી. રાતે પણ મેડે સુધી તેની અને બાળક પાસે પોતાના પગ દબાવતી. પથારીઓ પથરાવતી. અને ખૂબ જ મોડી રાતે તેમને સૂવા માટે મેકલતી.. અને એ દરેક કામમાં તેને ગાળે દેવાનું કામ તો ચાલુ જ રહેતું. કયારેક કયારેક તે એ બાળકને ધોલ-ધપાટ પણ લગાવી દેતી. બાળકે તે નાદાન છે. કૂમળા છોડ છે, એ વિચાર જ તેને આવતો નહિ. તેમને પણ નાના નાના કામ બતાવતી અને ધમકાવતી. આમ ભદ્રાની શેઠાઈ અને સુશીલાની ગુલામીના દિવસ પસાર થયે જતા હતા. ના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust