________________ 131. સુશીલાની અગ્નિ પરીક્ષા નીકળી આવ્યું. છતાંય સહિષ્ણુતા રાખી તે પાણી ભરીને ને ચાલવા લાગી. કોઈ દિવસ બેડું માથે મૂકીને એ ચાલી ન હતી. આથી ચાલતાં ચાલતાં પાણી ઘણું છલકાવા લાગ્યું. વસ્ત્રો બધાં ભીનાં થઈ ગયાં. બેડું પડી જશે તો ? આવી સતત ભીતિ સેવતાં એ મહામુશીબતે પાણી ભરીને ઘરમાં આવી. થોડીવારમાં તો તેની કેડ અને ડેક દુઃખવા આવ્યાં. પાણીનું બેડું મૂકીને એ થાક ખાવા બેઠી, ત્યાં તો ચંડિકા બરાડી ઊઠી : “અરે રાણી સાહેબા ! બેસી શેના ગયાં ? હજી તો એવાં દસ બેડાં પાણી ભરવાનાં છે. ત્યાર પછી ચૂલે ફેંકવાનો છે. રસોઈ બનાવવાની છે. વાસણ માંજવાના છે. ઘર સાફસુફ કરવાનું છે. અનાજ વીણવાનું છે. હજી તે આવાં અનેક કામ બાકી છે. ને તું બેસી શેની ગઈ છે. ઊઠ, ઊભી થા ! અને જલદી જલદી કામ આટાપ.” આમ એક પછી એક ભદ્રાએ કામ ચીધવા માંડ્યાં. સુશીલા એક પછી એક કામ કરવા લાગી. તેનાથી થાય તેટલી ઝડપથી એ સર્વ કામ પૂરાં કરતી હતી. પરંતુ ભદ્રાને એ જોવાની ફુરસદ જ કયાં હતી? તે તો પિતાની શેઠાઈમાં જ મસ્ત હતી. અને બેઠા બેઠા બધા હુકમો છોડે જતી હતી. વચમાં વચમાં એ તાડુકી પણ ઊઠતી : આ તે કચરો સાફ કર્યો છે? તને તો આંખ છે કે ડેળા ? આ જે અહી કેટલે બધે કચરો રહી ગયો છે. અરે તું તે કેટલી બધી હરામ હાડકાંની છે! આ વાસણ કેટલાં બધાં ચીકણું રાખ્યાં છે? જરા ઘસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust