________________ ભદ્રાની માંડણ લીલા 145 તે જીવી શકે છે. પણ આ જાતનું કલંક ને આ જાતના અપમાન તેઓ સહન કરી નથી શકતાં. આથી ભીમસેન રડતી આંખે ને બળતા હૈયે સુશીલા અને બાળકોને લઈ બહાર નીકળી ગયે. બાળકે-દેવસેન અને કેતસેન આ જોઈને ડઘાઈ જ ગયા હતા. તેમને સમજ નહોતી પડતી કે, આ શેઠાણું કેમ મારા મા-બાપને વઢે છે ને કેમ ગાળો દે છે. તે તે આ સાંભળીને હીબકે ને હીબકે રડતાં હતાં. | દેવસેન સુશીલાને રડતા રડતા પૂછતો હતો: “મા ! મા ! આ લકે આપણને કેમ આમ બહાર કાઢી મુકે છે ?" કેતુસેન પણ પૂછતે હતો: “મા! મા ! હવે આપણે કયાં જઈશું ? સુશીલા અને ભીમસેન તેનો શું જવાબ આપે? તેમને જ પિતાને કયાં ખબર હતી કે હવે કયાં જવાનું છે ! કમના આદેશની જ તેઓ રાહ જોતાં હતાં. એ જ્યાં દોરી જાય ત્યાં જવાનું હતું. છતાંય સુશીલાએ કીધું : “બેટા ! આપણી લેણ દેણ પૂરી થઈ. હવે તે જ્યાં ભાગ્ય દોરી જાય ત્યાં જવાનું.' - શેઠનું અંતર આ લોકોને આમ જતાં જોઈ દયાથી દ્રવી ઊઠયું. તેમને થયું: “આ બાપડા કયાં જશે ? શું કરશે ? શું ખાશે? આ ફૂલ જેવા બાળકનું હવે શું થશે ?" આમ વિચાર કરતાં તે શેઠાણીથી છાનામાના ઘરમાં સીધુ લેવા ગયા. અને સીધા ની પોટલી સંતાડી ભીમસેનને આપવા બહાર નીકળ્યા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust