________________ મારે ત્યા માંગે છેઆ લખણ છે ન ફેરે નકામે ગયો 171 તને દુઃખી જાણીને એક તો મેં તારા પર દયા કરી અને હવે તું મારા ગળે પડે છે? તને તે કંઈ લાજ શરમ છે કે નહિ? મારો પાડ માનવે તો બાજુ ઉપર રહ્યો અને હવે મારા પર આળ મૂકે છે? ખરેખર ! તું તો બદમાશ માણસ લાગે છે. નહિ તો અરિજય અને જિતશત્રુ તને મદદ ન કરે? ભાઈમાં તે લખણ છે નહિ અને હવે મારી પાસે શસ્ત્રો માંગે છે? જા, ભાઈ ! જા. તું તારે રસ્તે પડ. મારે સમય હવે બરબાદ ન કર.” ભીમસેનનો તીરસ્કાર કરીને ધનસાર શેઠ પિતાના કામે ચાલી ગયા. ભીમસેન તે આ નવી ઉપાધિથી વધુ ડઘાઈ ગયો. હજી જિતશત્રુની નિરાશાના ઘાથી વાગેલી કળ માંડ માંડ શમી હતી, ત્યાં ધનસારે એક વધુ આઘાત આપે. તેનું હૈયું છિન્નભિન્ન થઈ ગયું. મરમ કાળઝાળ ગુસ્સો વ્યાપી ગયે. પણ પરિસ્થિતિ સમજીને વિવેક રાખી તેણે સંયમ રાખ્યું. અને ઉદાસ અને હતાશ હૈયે ત્યાંથી નીકળી પડયો. - નોકરીની આશાથી વિફળ થવાથી ધનની ચિંતા તો હતી જ. હવે ભીમસેનને પત્ની અને બાળકોની ચિંતા થવા લાગી. તેઓ શુ કરતાં હશે ? સુશીલા બિચારી કયાં કામ કરતી હશે? દેવસેન અને કેતુસેનનું શું થયું હશે? તેઓને નિયમિત ભેજન મળતું હશે? તેમની પાસે પહેરવા પૂરતાં કપડાં હશે? ઠંડીની રાતમાં ઓઢવાં જાડાં કોઈ સાધન હશે ! ન જાણે આ એક વરસમાં તે બધાંની શી દશા થઈ હશે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust