________________ 19: સુશીલાને સંસાર બાપના રાજમાં ન સમાય પણ માના રેટીંયામાં સમાય. ભીમસેન રાજા હતો. રાજગૃહ ઉપર તેની અમાપ સત્તા ચાલતી હતી. બારણે હાથી ઝુલતા હતા, ઘરમાં સુવર્ણ હીંચળા હીંચતા હતા. એક કહેતાં હજાર વસ્તુ હાજર ! કરનારા હજારે દાસદાસીઓ હતાં. કશી વાતની કમીના ન હતી. અઢળક સાહ્યબી હતી, અપરંપાર સુખ હતું. શાંતિથી તેનો સંસાર ચાલ્યા જતે હતો. પણ વિધિની વક નજરે એ બધું જ ઝુંટવાઈ ગયું. રાજ ગયું. વૈભવ ગ. શાંતિ ગઈ. એ સુખ અને ચેન ચાલ્યાં ગયાં. ભીમસેન રસ્તાના રઝળુ ભિખારી જે બની ગ. એક ગામથી બીજે ગામ દર દરની ઠેકો ખાતાં તે પિતાના પરિવારને લઈને ભટકવા લાગ્યો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યું. ત્યાં થોડા સમય રહ્યો. નસીબનું પાંદડું તે ચે ન ફરકયું. અને એક વહેલી સવારે સૂતા બાળકોને મૂકી, પત્નીની અશ્રુભીની યાદ લઈને એ નીકળી પડશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust