________________ 174 ભીમસેન ચરિત્ર એક જ આશાએ, ઘણું ધન કમાઈશ. દુઃખ અને દારિદ્રતાને દફનાવી દઈશ. આ રઝળપાટને અંત આણી દઈશ. પત્નીની અશ્રુભીની યાદ લઈને એ નીકળી પડે. એ આશા ઠગારી નીવડી. દેવે તેના ઉપર જરાય મહેરબાની ન કરી. દુર બની તેણે ભીમસેનને ભાંગી નાંખે. ભીમસેન હતું તે ને તે જ પાછો ફર્યો. પોતાની પત્ની અને બાળકોને મળવા અધીરા બન્ય. પણ હાય ! ત્યાં તો કાળજુ કંપી ઊઠે તેવું દશ્ય હતું. ખૂલી જમીન ઉપર એક કંતાન પાથરેલું હતું. કંતાનનાં રેસેરેસા બહાર દેખાતાં હતાં. અને પવનના સપાટાથી આમતેમ ઉડતાં હતાં. - ફાટેલા એ કંતાન ઉપર ભીમસેનનો સારો ય સંસાર સૂતો હવે, સુશીલા આડે પડખે જમણી બાજુ ફરીને સૂતી હતી. તેનું મેં ભીમસેનને સ્પષ્ટ દેખાતું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. આંખને નીચેને ભાગ કાળે પડી ગયે હતો. ત્યાં બે–ચાર આડી અવળી કરચલીઓ પડી ગઈ હતી. ગાલ સાવ બેસી ગયા હતા. તેને અસલને ગુલાબી રંગ એકદમ ઊડી ગયો હતો. જડબાનાં બે હાડકાં એકદમ વર્તાતાં હતાં. કેશકલાપ છૂટ હતો. વાળ લૂખા અને રૂક્ષ બની ગયા હતા. જમીન ઉપર પડેલે હાથ સાવ કંગાળ જણાતે હતો. તેના ઉપર પહેરેલાં સહાગકંકણુ વારે વારે સરી જતાં હતાં અને ખૂબ જ પિલાણ રહેતું હતું. છાતી સાવ ચીમળાઈ ગઈ હતી. શરીર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust