________________ 196 ફેરે નકામે ગયો નહિ, મોટાએ જે કર્યું છે એ ઠીક જ હશે. મારે પણ આને મદદ નહિ કરવી. એમ નક્કી કરી તેણે ભીમસેનને નન ભણી દીધે. રાજન ! આ આપે શું કીધું ? આપ મને કામ નહિ આપી શકે? અરેરે ! હવે મારું શું થશે?” પણ ભીમસેનને આ વિલાપ સાંભળવા જિતશત્રુ ત્યાં ઊભું ન હતું. એ તે ના પાડીને તરત જ ચાલ્યો ગયો હતો. એક માછલુ જોર કરીને માછીમારના કઠેર હાથમાંથી છટકી ગયું. પણ તે ન બચી શકહ્યું. ત્યાંથી છટકી એ જાળમાં ફસાયું. એ જાળને પણ તેણે તોડી નાંખી અને ફરી મુક્ત થયું. પણ મુક્તિ તેના નસીબમાં હતી જ નહિ. ત્યાંથી આઝાદ થયું તે બગલાએ તેને ચાંચમાં પકડી લીધું. અને મરી ગયું. હાથીના કુંભસ્થળ ઉપર માવત અંકુશ મારતો હતો. અંકુશના મારથી ત્રાસીને તેમણે નવું રૂપ ધારણ કરવાનું મન થયું. અને નારીના વક્ષ:સ્થળ ઉપર તે બેઠા. પણ હાય ! ભાગ્ય ત્યાં પણ એ બિચારા શાંતિ ન પામ્યા ! પુરુષના નખથી ભેદાયા અને હાથથી અમળાયા! - ચંદ્રમાં કલંક, કમળનાળમાં કંટક, યુવતિને સ્તનભાર, કેશસમુહમાં પકવતા, સમુદ્રના જળનું અપેયપણુ, પંડિતની નિર્ધનતા અને પાછલી વયે ધનવિવેક. ખરેખર ! વિધાતા આ બધું જોતાં નિવિવેકી જ જણાય છે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust