________________ ફેરે નકામે ગયા ભીમસેનને ડું બળ મળ્યું અને ભાવિની સુખદ આશાએ સમય પસાર કરવા લાગે. છ માસ થતાં જ રાજાને જમાઈ જિતશત્રુ આવ્યું. ભીમસેન તરત જ તેની પાસે દોડી ગ અને પિતાની દુઃખકથા કહેવા લાગ્યો. ભાઈ ભીમસેન ! તારી બધી વાત મેં સાંભળી, પણ તે એ તે કહ્યું નહિ કે તું અહી કેટલા સમયથી રહે છે ?" જિતશત્રુએ પૂછયું. “રાજન ! મને અહીં આવ્યું તો બાર બાર માસનાં વહાણાં વાઈ ગયાં. આપની જ રાહ જોઈ રહ્યો હતો. રેજ સવાર પડે ને ગણું એક દિવસ ગયો. હવે કાલે તો આવશે જ.” તો તું આરિજય નરેશને કેમ ન મળ્યો? એ તે મારા આવતા અગાઉ એક વખત અહીં આવી ગયા હતા. તારે તેમને મળવું હતું ને ?" દયાળુ પ્રભો ! હું શું વાત કહું? મને કહેતાં પણ હવે તો શરમ આવે છે. તેઓને પણ મળે હતો અને આપને કહી તે બધી જ વિગત જણાવી હતી. ભીમસેને કીધું. તે તેમણે કંઈ જ ન કર્યું?” જિતશત્રુએ આશ્ચર્યથી પૂછયું. " ના પ્રત્યે ! તેઓએ મને કંઈ જ મદદ ન કરી.” ભીમસેનના અવાજમાં દીનતા આવી ગઈ. “કેમ ? એમ કર્યું ?' “પ્રભે! એ તે મને શી ખબર પડે? તેમણે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust