________________ 168 ભીમસેન ચરિત્ર કીધું, મારે હમણાં માણસોની જરૂર નથી. બસ આટલી જ વાત કરી અને તેઓ તે ચાલ્યા ગયા.” ભીમસેને અરિજયની વાત કરી. જિતશત્રુ એ સાંભળી વિચારમાં પડી ગયે. અરિજયે કેમ ના પાડી હશે? એ તો દયાળુ છે. દુઃખીઓનાં દુઃખ જોઈ તેમનું હૈયું દ્રવી ઊઠે છે. તો આ દુઃખીજન પર શા માટે દયા નહિ કરી હય? અગાઉ તે કયારેય આવું નથી બન્યું. તો આજ આમ કેમ ? શું તેમને તે ચગ્ય નહિ લાગ્યું હોય? આ માણસ સાચું નથી કહેતો, એવું તેમને લાગ્યું હશે? આ માણસ પિતાને છેતરે છે એમ શંકા થઈ હશે ? શું હશે ?—આમ અનેક વિચારે ઘડીકમાં કરી નાખ્યા. ત્યાં ભીમસેન આવભર્યા કંઠે બોલ્યો : રાજ! આપ તે દયાળુ છે, ઉદાર છે. આપ તે મને નિરાશ નહિ જ કરો. આપ ગમે તે કામ બતાવશે તે હું કરીશ. પણ પ્રભે! હવે તમે મારો ઉદ્ધાર કરે. હું આપના શરણે આવ્યો છું.” “નહિ ભીમસેન ! એ મારાથી હવે નહિ બની શકે. હું તારા માટે કશું જ કરી શકું તેમ નથી. મારે તારા જેવા માણસની જરાય જરૂર નથી.” જિતશત્રુએ વિચારને અંતે નકકી કર્યું. અરિજયનરેશ કંઈ વગર વિચારે કશું કરે જ નહિ. જરૂર આ માણસમાં તેમને કંઈક અપાત્રતા કે અયોગ્યતા જણાઈ હશે, માટે જ તેમણે આને કંઈ મદદ નહિ કરી હોય. એમણે જે એમ કર્યું હોય તે મારાથી તેને કેવી રીતે મદદ કરાય ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust