________________ 146 ભીમસેન ચરિત્ર - ભદ્રાએ એ જોયું. ને તરત જ વાંદરાની જેમ કુદકો મારી તેણે એ પોટલી છીનવી લીધી. અને શેઠને બળતા લાકડાનો જોરથી. પ્રહાર કર્યો. પ્રહારથી શેઠનું મન વધુ વ્યગ્ર ને વ્યથિત થઈ ગયું. તે તરત જ હાથ પંપાળતા દુકાને ગયા. ભદ્રા પણ જાણે કંઈ બન્યું નથી એમ માનીને ચાદર ઓઢીને સૂઈ ગઈ. ભીમસેન થોડીવારે દુકાને આવ્યો અને શેઠને બે હાથ જેડી પ્રાર્થના કરવા લાગ્યો : “શેઠજી! મારા ઉપર આપ દયા કરો. અને ભેજન લાવવા માટે મને થોડાક દામ આપ.” ભીમસેનની આ માંગણી સાંભળી શેઠ વિચારમાં પડી ગયા. કારણ તેમણે નક્કી કર્યું હતું કે દુકાનમાંથી એક પણ દમડીને વ્યય ન કરવો. અને બીજી જે કંઈ રકમ હતી તે તો ઘરે પડી હતી અને ભદ્રાને તે રકમની ખબર હતી. આથી એ તે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. અને કંઈપણ જવાબ આપ્યા વિના મૌન બેસી રહ્યા. આ જોઈ ભીમસેને ફરી આજીજીભર્યા સ્વરે કહ્યું : શેઠઆપ તે સજન અને દયાળુ છે. સજજન પુરુષે તો હમેશાં દુઃખીયા ઉપર દયા કરે છે. આપ મારા ઉપર દયા કરે અને આપ મારા ભેજન માટે કંઈ પ્રબંધ કરી આપો! આ૫ જે ભોજન વગેરે ન આપી શકે તે મારા પગારમાં વધારો કરી આપે. જેથી મારું ગુજરાન ચાલી શકે. હું તેટલામાં સંતોષ માનીશ. કારણ સંતોષ સમાન આ જગતમાં બીજું એકેય સુખ નથી. અને શેઠ! હું તમારું કામ ખૂબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust