________________ ? ૧૫ર ભીમસેન ચરિત્ર - સુશીલાને મૌન જોઈ ભીમસેન તેને સમજાવતે બોલ્યો : જરાય ચિંતા ન કરીશ. કાર્યની સિદ્ધિ થતાં હું દોડતા આવી પહોંચીશ. તું તો જાણે છે કે જે માણસ દેશાંતર કરતો નથી, નવા નવા રીતરિવાજ, નવી નવી ભાષાઓ અને વિવિધ સંસ્કારો જાણતો નથી, શાસ્ત્ર વિશારદ એવા પંડિતની જે ચરણ સેવા કરતો નથી, તેવા માણસની બુદ્ધિ ખીલતી જ નથી. તે સદાય સંકુચિત જ રહે છે. જેમ ઘીનું ટીપું પાણીમાં પડી ગયું હોય તો તે વિસ્તારને પામે છે. તેમ જેઓ દેશાંતર કરે છે, અવનવા માણસેના વિવિધ સંસ્કાર અને રીતભાતોના સંપર્કમાં આવે છે, તેમની બુદ્ધિ વિકાસ પામે છે. અને જેઓ તેમ નહિ કરતાં આળસ ને પ્રમાદમાં સમય પસાર કરી માત્ર ખોટા ને દુર્બળ વિચાર કરી એક જ જગાએ પડયા રહે છે તેઓ તો દરિદ્રતાને જ વરે છે. આ માટે નીતિશાસ્ત્રના વિચક્ષણ પંડિતો જણાવે છે કે દેશવિદેશમાં ફરનારાઓ, નિત્ય નવા નવા કૌતુકોને જુવે છે અને વેપાર કરીને ઘણું ધન કમાઈને જયારે તેઓ પિતાના વતન પાછા ફરે છે, ત્યારે પતિના વિચગમાં તડપતી તેઓની પત્ની તેમનું ઉમળકાથી ને આવેગથી સ્વાગત કરે છે. લેકે પણ એવા પુરુષને ધન્યવાદ આપે છે ને તેની ભુરી ભુરી પ્રશંસા કરે છે. ' પરંતુ જે પુરુષ કાયર બનીને માત્ર ઘરમાં જ બેસી રહે છે, કંઈ પણ ઉદ્યમ કે પ્રયત્ન કરતો નથી એવા નિર્ધન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust