________________ નહિ જઉ બેટા ! હાં 153 કંગાળને તેની પત્ની પણ ઉપેક્ષા કરે છે, અને તેને વ્યંગ બાણથી વધે છે. એવા માણસે સૌથી ભય પામે છે અને બીજાઓને મળતાં પણ શરમ અનુભવે છે. આવા આળસુ ને પ્રમાદી જનો કુવાના દેડકા જેવા હોય છે. તેઓ આ વિશાળ દુનિયાના આશ્ચર્યોને કેવી રીતે જાણી શકે અને કેવી રીતે સુખને માણું શકે ? દેશાંતર ગમન કરવાથી રાણકપુર, ભદ્રેશ્વર, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રાનો લાભ મળે છે. સ્થાને સ્થાને નવા પરિચ થાય છે. અનેક અવનવા અનુભવો મળે છે. આથી બુદ્ધિ વધે છે. વાણમાં મીઠાશ આવે છે. તેમજ અનેક પ્રકારે પ્રયત્ન કરવાથી ધનનો પણ લાભ મળે છે. આવા તો અનેક લાભો દેશાટનમાં રહેલા છે. માટે હે ભામિની! એટલે કાળ તું મારા વિયેગનું દુઃખ સહન કર. ત્યાં સુધીમાં હું ઘણું ધન કમાઈને પાછો ફરીશ.” જેમ જેમ ભીમસેન દેશાટનની વાત કરતો ગયે, તેમ તેમ સુશીલાનું હૈયું વધુ ને વધુ શોક અનુભવવા લાગ્યું. પતિના વિરહના વિચાર માત્રથી તેનું અંતર રડી ઊઠયું, ને તે આંસુ સારવા લાગી. અને બેલીઃ - “હે સ્વામિન ! આવા દુ:ખના સમયે આપ અમને છોડીને ચાલ્યા જાવ તે કેવી રીતે ચોગ્ય ગણાય? જે શરીર નિરોગી હોય તો કોઈની પણ અપેક્ષા રહેતી નથી. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust