________________ 154 ભીમસેન ચરિત્ર નાથ ! દુઃખમાં તો કુટુંબીજનો ઉપકારક છે. આથી હે. વલ્લભ ! અમને પણ તમારી સાથે જ લઈ જાવ.” - સુશીલાની સાથે આવવાની વાત સાંભળી ભીમસેન બેઃ “પ્રિયે! તારી વાત સાચી છે. પણ ત્યાં તમને સૌને કેવી રીતે લઈ જવાય ? કારણ જ્યાં ઉદંડ ને ઉછુંખલ સૈનિકની સાથે કામ કરવાનું હોય, જ્યાં તેઓની જ વસ્તી વધુ હોય, એવા સ્થાનમાં સ્ત્રીને લઈને રહેવું યોગ્ય નથી. તેથી તો ઘણી બીજી ઉપાધિ આવી પડે. માટે હે વલભે ! એટલે સમય તું પ્રભુનું સ્મરણ કરતી મારા વિચારને સહન કરજે. તને ખ્યાલ પણ નહિ આવે એટલી ઝડપથી. હું ધન કમાઈને તરત પાછા ફરીશ. તું અહી આપણું સંતાનોનું રક્ષણ કરજે. કારણ એ જ આપણું સત્ય ધન છે.” આ વાત ચાલતી હતી, ત્યાં જ દેવસેન અને કેતુસેન રડતા રડતા ત્યાં આવી પહોંચ્યા. તેમનાં વસ્ત્રો જીર્ણ થઈ ગયાં હતાં અને આંખે પણ તેમની નિસ્તેજ બની ગઈ હતી. વદન તો સાવ પ્લાન જણાતાં હતાં. આવતાં જ તેઓએ સીધું પૂછ્યું : “પિતાજી! પિતાજી! તમે અમને મૂકીને ક્યાં જાવ. છે ? દેશાંતર કરવા તો સુખી લોકો જ જાય છે. અને અમને મૂકીને જ જે તમે ચાલ્યા જવાના હો, તો પિતાજી! અમારે શિરછેદ કરે અને પછી તમે સુખેથી ગમન કરે.” પુત્રોની આવી વાણી સાંભળી ભીમસેનને ઘણું દુઃખ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust