________________ ભીમસેન ચરિત્ર થાય છે. કર્મોની ગતિ જ એવા પ્રકારની છે. તેમાં પછી હરિહર હોય કે બ્રહ્મા હોય કે બીજા કોઈ બળવાન દેવ હોય તે પણ લલાટે લખાયેલા લેખને ફેરવવા કોઈ જ શક્તિમાન નથી. સજજનો હોય, પિતા હોય કે પુત્ર હોય, ભાઈ હોય કે સાદર હોય, માતા હોય કે બહેન હોય, પરંતુ જ્યાં ભાગ્યે જ રૂઠયું હોય ત્યાં તેમાંથી કોઈ જ રક્ષણ આપી શકતું નથી. ' અને માત્ર દુઃખ જ અણધાર્યો ને અણચતવ્યાં આવે છે તેવું કંઈ નથી, સખે પણ તેવી જ રીતે આવે છે. આથી દેવ આગળ તે સૌ કોઈ પામર છે. ભીમસેન પણ આજ દેવની આગળ લાચાર બની ગયો હતો. નહિ તે એ ઘણી આશાથી પ્રતિષ્ઠાનપુર આવ્યું હતો. પરંતુ જ્યાં નસીબ જ બે ડગલાં આગળ હોય ત્યાં શું થાય ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust