________________ નહિ જઉ બેટા ! હે ૧પપ થયું. તેની ઈચ્છા પણ પિતાના બાળકને ત્યજીને જવાની નહતી. પરંતુ એમ કર્યા સિવાય છુટકે જ નહોતો. આથી તેણે બંને બાળકોને વહાલથી પંપાન્યા. થોડીવાર રમાડયા અને તેમને સમજાવીને કહ્યું, “નહિ જઉં બેટા ! હાં, નહિ જઉ. તમે તમારે સુખેથી આરામ કરો!” રાત પડતાં જ બંને બાળકો પિતાના વચન ઉપર શ્રદ્ધા રાખીને સૂઈ ગયાં, બાળકોને ઘસઘસાટ ઊંઘતા જોઈ વહેલી સવારે ભીમસેન જા. સુશીલા તો જાગતી જ પડી હતી. પોતાના સ્વામિને જાગેલા જોઈ તે ઊભી થઈ. પ્રથમ તેણે પ્રણામ કર્યા - ભીમસેને તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. અને પછી ખૂબ જ ધીમા અવાજે તેને મીઠા બોલથી બધી સુચનાને સલાહ આપી. અને સુશીલા તરફ એક મીઠી ને કરુણ નજર નાંખી ત્યાંથી વિદાય થશે. સુશીલા કઈવાર સુધી ભીમસેનને જતો જોઈ આંસુભીની આંખે ઊભી રહી. પ્રથર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust