________________ નહિ જઉ બેટા ! હાં 151 દરેક કર્મચારીને પ્રતિમાસ બત્રીસ રૂપિયા આપે છે, આમ અનેક રીતે તે દયા ધર્મનું પાલન કરે છે. તે અને આ રાજાનો જમાઈ છે તે તો તેમનાથી પણ વધુ મહેનતાણું આપે છે. પ્રતિમાસે ચોસઠ રૂપિયા તે આપે છે. જિતશત્રુ તેનું નામ છે. * તો ભાઈ ! તું બધા જ સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરીને એ રાજા પાસે પહોંચી જા. ત્યાં તારું જરૂર કલ્યાણ થશી અને તારી સઘળી ચિંતા દૂર થઈ જશે.” * ભીમસેને એ આગ તકનો આ વાત માટે આભાર માન્યો. અને ત્યાં જવા માટેનો વિચાર કરતો કરતો તે સુશીલા અને મારી પાસે આવ્યો. આવીને બધી હકીકત જણાવી અને પિતે ત્યાં જવા માંગે છે એ પણ જણાવ્યું. - આ શુભ સમાચાર જાણે સુશીલા આનંદમાં આવી ગઈ. અને આ માટે તેણે પ્રભુનો પાડ માન્યો. એ પછી ભીમસેને સુશીલાને કીધું કે - “પ્રિયે ! તું મને અનુમતિ આપે તો હું એ નગરમાં જઈ આવું. બે ત્રણ માસમાં તો હું પાછો આવી જઈશ. ત્યાં સુધી તું અને બાળકો અત્રે જ રહેજે.' સુશીલા શું જવાબ આપે? હા પાડે તો પતિનો વિયોગ સહન કરવો પડતો હતો. અજાણ્યા નગરમાં એકલા રહી બાળકને ઉછેરવા પડતા હતા. અને ના પાડતી હતી તો દુઃખ દૂર થાય એમ ન હતું. આથી તેણે કંઈ જવાબ ન આપ્યો. મૌન બેસી રહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust