________________ 16H “નહિ જઉ બેટા ! હાં” ભીમસેન રસ્તાની એક બાજુ બેઠે હતો. તેના વદન ઉપર ચિંતાઓ સ્પષ્ટ જણાતી હતી. ભૂખના લીધે તેનું વદન પ્લાન બની ગયું હતું. આંખોમાં આંસુ તરવરતો હતાં. અને અંગે અંગમાંથી થાક વરતાતો હતો. નોકરી જતી રહેવાથી તે સખ્ત મંઝવણ અનુભવી રહ્યો હતો. ' આ નગરમાં તે પરદેશી હતો. દયાભાવથી લક્ષમીપતિ શેઠે તેને નોકરી આપી ને આશરે આપો હતો. એ એકમાત્ર આશરો છીનવાઈ ગયે હતો. તેમાં ઘણી ખરાબ રીતે તેને ઘરબહાર નીકળવું પડયું હતું. આથી હવે બીજુ કોણ આ નગરમાં તેને કામ આપે ? આ વિચારથી તે સતત ને અસહ્ય અકળામણ અનુભવી રહ્યો હતો. તેની બુદ્ધિ કામ નહતી કરતી. તે અનેક સંકલ્પ વિક૯પ કરતો હતો. પિતાના ભાગ્યને જ દોષ દેતો હતો. અને વીતરાગ પ્રભુનું સ્મરણ કરતો તે આ ઉપાધિમાંથી ઉગરવાનો વિચાર શોધી રહ્યો હતો. ત્યાં એક આગંતુકે તેને આ દશામાં જોઈને સહાનુભૂતિથી પૂછયું: “અરે ભાઈ! તું આમ કેમ પ્લાન વદને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust