________________ ભદ્રાની ભાંડણ લીલા 147 જ કાળજીથી કરીશ. માટે હે દયાળુ ! તમે મારા ઉપર દયા કરે.” શેઠનું હૃદય આ સાંભળીને પીગળી ગયું. તેમણે તરત જ બે રૂપિયા આપ્યા. અને કહ્યું : “લે આ બે રૂપિયા, અને જોઈતી વસ્તુઓ વગેરે ખરીદી લાવજે.” બે રૂપિયા કયાં સુધી ચાલે ? ભીમસેને તેમાંથી એક રૂપિયાની વાસણ તેમજ બીજી અનાજ વગેરેની ખરીદી કરી. અને એમ છેડા દિવસ કાઢી નાંખ્યા. છેવટે એક દમડી પણ તેની પાસે બચી નહિ. ફરી પાછો એ સાવ નિર્ધાન થઈ ગયા. આથી ફરી એક દિવસે ભીમસેને શેઠને કીધું : “શેઠજી ! તમે આપેલા દામ તો બધા જ ખર્ચાઈ ગયા. હવે મારી પાસે ફુટી બદામ પણ નથી. અને અર્થમાં લુબ્ધ બનેલો માનવી તો સ્મશાનની સાધના કરવામાં પણ પાછુ વાળીને જોતો નથી. કહ્યું છે કે વયવૃદ્ધો, તપવૃદ્ધો અને જ્ઞાનવૃદ્ધો પણ ધનિકોના ઘરે આશાથી જાય છે. હે શેઠ! મને ભોજનની ખૂબ જ ચિંતા રહે છે. મારા બાળકો ને પત્ની તેમજ હું પણ ભૂખ્યા પેટે દિવસો કાઢીએ છીએ. તો તમે મારે પગાર વધારી આપે અને મારા પગારમાંથી થોડા દામ આપી મારા ઉપર ઉપકાર કરે.” શેઠે આ વખતે દયા ન કરી. તેમણે તરત જ કહ્યું : જે ભાઈ! હું હવે તને એક બદામ પણ આપી શકું તેમ નથી. બીજે તને જ્યાં વધુ મળતું હોય ત્યાં સુખેથી જા. હું તો તને માત્ર બે જ રૂપિયા મહિને આપીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust