________________ 144 ભીમસેન ચરિત્ર તેમને હું જે આપું છું, તેમાં તેઓ સંતોષ માને છે અને આનંદથી મારુ તથા ઘરનું કામ કરે છે.” . ' - ભદ્રાએ જોયું કે આ તો બાજી બગડતી જાય છે. અને જે પોતે હવે શાંત પડી જશે તો બની બનાવેલી બાજી બધી જ ઊંધી વળી જશે. આથી એ શેઠને જ ઊંચા અવાજે કહેવા લાગી : “રહેવા દે, હવે રહેવા દે. હું પણ તમારા લખણ બધાં પારખી ગઈ છું. તમે આ દુષ્ટ દાસીના રૂપમાં લુબ્ધ બની ગયા છે. એટલે તમે એનાં વખાણ કરે છે. પણ નહિ, હું નહિ ચલાવી લઉં. મારે હવે આ ઘરમાં તે એક ઘડી પણ ન જુએ. હમણાં ને હમણાં તે બધાંને આ ઘરમાંથી હાંકી કાઢે. શેઠ તો આ સાંભળીને હતપ્રભ જ થઈ ગયા. પિતાની સગી પત્ની જ પોતાના ઉપર કલંક લગાડતી હતી. કોને ફરિયાદ કરે ? તે તરત જ બીજા ખંડમાં ચાલ્યા ગયાં. એટલે ભદ્રા શેઠાણુંએ તરત જ સુશીલા અને તેના બાળકોને બાવડેથી પકડીને ખેંચ્યા. અને કહ્યું : “નીકળો મારા ઘરમાંથી. મારે તમારું હવે જરાય કામ નથી. ખબરદાર! જે હવે ફરીથી મારા ઉંબરે પગ મૂકે છે તો !એમ બોલી તેણે એ સૌને ધક્કો મારી ઘરની બહાર ધકેલી મૂક્યા. ભીમસેન પણ આ અપમાન સહન ન કરી શક્યો. કલિન પુરુ ભૂખનું દુઃખ સહન કરી શકે છે. ગરીબાઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust