________________ 140 ભીમસેન ચરિત્ર પહેલેથી જ એનાં લક્ષણ સારાં નહોતાં જણાતાં. આજે તે વાસણ ચર્યા કાલે મારાં ઘરેણાં ચોરી જશે. કાલે તમારી પેટીમાંથી ધન ચોરી જશે. આવી ચાર બાયડીને વિશ્વાસ શો ?" એમ એકી શ્વાસે ભદ્રા બોલતી જ ગઈ. પછી જાણે કંઈક યાદ આવ્યું હોય એમ ડોળ કરીને ફરી બોલીઃ મારે હમણું ને હમણાં મારા દાગીનાની તપાસ કરવી પડશે. એ તે ઉપાડી નથી ગઈને? આવી હલકટ સ્ત્રીને વિશ્વાસ શો?” એમ બોલીને એ પિતાના દાગીનાની તપાસ કરવા લાગી. આ માટે તેણે બધું ઉપર નીચે કરી નાંખ્યું. છેવટે કંઈ જ હાથમાં ન આવ્યું એટલે છાતી ફૂટતી ને મોટે મોટેથી રડતાં એ બોલવા લાગી. અરેરે ! આ રાંડે તો મને લુટી લીધી રે ! મારા ઘેરેણાં તેણે ચેરી લીધાં રે! હાયહવે કરીશ રે !.... મારા બાપને હવે શું જવાબ આપીશ રે!” આ તો સ્ત્રીનું રુ. તેમાંય ભદ્રા શેઠાણ રડવા બેઠાં. એ કંઈ રડવામાં બાકી રહે ? અને તેને તો હું જ ૨૩વાનું હતું. રડીને સામાના દિલની સહાનુભૂતિ જીતી પિતાની વાત સાચી કરાવવાની હતી. આથી એ તે છાતી ફાટ રડ્યાં. જાણે સાત ખોટને એકનો એક દીક ભરજવાનીમાં મરી ન ગ હોય. ભદ્રાને રડવાનો અવાજ સાંભળી આડેસી પાડેશીએ ભેગા થઈ ગયા. તમાસાને તેડું થોડું હોય છે ? વગર આમંત્રણે જ સૌ એક પછી એક આવવા લાગ્યા. અને અંદર અંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust