________________ ભદ્રાની ભાંડણ લીલા 141 એકબીજાને પૂછવા લાગ્યા: “શું થયું ? આ આમ છાતી કેમ ફૂટે છે?” બધાને ભેગા થયેલા જોઈ? ભદ્રાએ તો, હતું એટલું બધું જેર કરીને રડવા માંડ્યું. અને રડતાં રડતાં તેણે સુશીલાને ગાળ દેવાનું ચાલું જ રાખ્યું. લક્ષમીપતિ શેઠ આખર કંટાળી ગયા. છતાંય તેમણે શાંતિ રાખી અને ભદ્રાને સમજાવવા માંડી : ‘તું નકામી રડે છે. આ લેકે એવા માણસો નથી. તું વૃથા એમના ઉપર આળ ચડાવે છે. શાંત થા અને ઘરમાં તપાસ કર. કયાંક આડા અવળાં વાસણ મુકાઈ ગયાં હશે.” શેઠને આ પ્રમાણે સુશીલાની તરફેણ કરતાં જોઈ ભદ્રાએ તે ઊધે જ વિચાર કર્યો. નક્કી આ દાસીએ શેઠ ઉપર ભૂરકી નાંખી છે. અને શેઠ પણ તેના રૂપમાં મહી પડ્યા. છે. આવા સમયે તો આવા દુષ્ટ માણસોની ખબર લઈ નાંખવી જોઈએ, તેના બદલે આ તો મને જ શીખામણ આપે છે. મારે હવે વધુ ગુસ્સે થવું પડશે. શેઠની પણ ધૂળ કાઢવી પડશે. આમ મનમાં ને મનમાં વિચારતી વિફરેલી વાઘેણની માફક એ શેઠ ઉપર તાડુકી ઊઠી. હા. હા. કહેને. હું તે તેમના ઉપર ખોટું આળ ચડાવું છું. અરેરે ! તમે મને પણ ન ઓળખી! વરસોથી હું તમારી સેવા કરું છું, અને આ તે હજી આજકાલ આવી છે. હું જુઠું બોલું છું ને આ તે બાપડી સત્યવાદી હરિશ્ચંદ્રની દીકરી છે!! અરેરે ! હું મારું દુઃખ કોને કહું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust