________________ સુશીલાની અગ્નિ પરીક્ષા 129 નિદા કરવામાં તે સદાય તત્પર રહેતી હતી ધમી જનેની ઈર્ષ્યા પણ ખૂબ જ કરતી હતી. - ભીમસેન અને તેનો પરિવાર લમીપતિ શેઠની દુકાને આવ્યો એટલે તેઓને લઈ શેઠ ઘરે આવ્યા. અને પોતાની પત્નીને કહ્યું : “સુંદરી ! આ લકે ઘણા જ ભાગ્યશાળી અને પુણ્યવંતા છે. પરંતુ પૂર્વભવના કંઈ પાપકર્મને લીધે આજ તેઓની આવી દુ:ખદાયક દશા થઈ છે. આપણા ભાગ્યને જ તેઓ આપણે ત્યાં આવ્યા છે. કામ કરવામાં આ પતિ-પત્ની બંને કુશળ છે. મેં તેઓ સૌને આપણી ત્યાં કામે રાખ્યાં છે. આ પુરુષ છે તે મારી દુકાનનું કામ કરશે અને આ સ્ત્રી તને તારા કામમાં મદદ કરશે. માટે હે આ ! મીઠા અને મધુરા વચનથી તેની પાસે કામ કરાવજે. તેમને દુઃખ આપીશ નહિ. અને સમય થયે તેઓને ભેજન વગેરે આપજે. અને તેમના દિલને દુિઃખ પહોંચે તેવું કોઈ કામ તેમને સોંપીશ નહિ.” પનીને આ પ્રમાણે સુચના અને શીખામણ આપી લક્ષ્મીપતિ શેઠ અને ભીમસેન દુકાને ગયા. કહ્યું છે ને શેઠની. શીખામણ ઝાંપા સુધી. અહીં પણ એમ જ બન્યું. શેઠ ચાલ્યા ગયા. ને ભદ્રાએ પિતાનું પિત પ્રકાણ્યું. સુશીલાની તે જ પળથી અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ. “અલી ! આમ વાંસડાની જેમ ઊભી છે શું ? મારા ઘેર શેઠાઈ કરવા આવી છે, તે આમ ઊભી રહી છે. ચાલ, જલદી કરી અને તારા ભુલકાંને રમવા મૂકી દે. હજી તો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust