________________ 14: સુશીલાની અગ્નિપરીક્ષા લક્ષમીપતિ શેઠને પરિવારમાં માત્ર એક પત્ની જ હતી. તેનું નામ તે ભદ્રા હતું. પરંતુ નામ જે તે એક પણ ગુણ ન હતે. એ તો કુભદ્રા જ હતી. પિતાનું કામ ગમે તેમ કરીને લડીને ઝગડીને પણ તે કરાવી લેવામાં કુશળ હતી. જીભ તેની ઘણું જ લાંબી અને કડવી હતી, પરનિંદા કરતાં તેની જીભ જરાય થાક નહોતી અનુભવતી. ઝાડાનો પ્રસંગ બને ત્યારે તેની જીભ તીખા મરચાં જેવી બની જતી. કુકર્મો કરવામાં તે પાવરધી હતી. તેનું દેહસૌન્દર્ય પણ જુગુસા ઉપજાવે તેવું હતું. ટૂકા અને જાડા બરછટ તેને વાળ હતા. મુખ તો લેઢી આના. જેવું હતું. નાક વિકૃત હતું. પેટ પણ ઘણું જ મેટુ હતું. આંખો વાંદરા જેવી હતી. વક્ષ સ્થળ તો સાવ ઢળી પડેલું હતું લાજ શરમને તો તે જાણતી જ ન હતી. નિર્દયી હતી. ધર્મ અને પુણ્યની વાત તેને રૂચતી નહતી. દયાળુ જનોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust