________________ 130. ' ભીમસેન ચરિત્ર કેટલું બધું કામ ઘરમાં પડયું છે !? ભદ્રાએ એક જ ધડા સુશીલાને વિના વાંકે ધમકાવી નાંખી. * સુશીલા તો ભદ્રાને આ કઠોર અવાજ સાંભળીને ચમકી ગઈ. આવા ફૂર વચનથી તેના અંતરને ભારે દુઃખ થયું - તેમાં તેને પોતાનું અપમાન પણ લાગ્યું. પરંતુ અત્યારે સ્વમાન સાચવવાનો અવસર જ કયાં હતો ? તેણે મૌનભાવે એ કઠેર વચનો સાંભળી લીધાં. બાળકોને તેણે દૂર જવા કહ્યું. પણ બાળકો તો એથી રડવા લાગ્યા. અને જીદ કરવા લાગ્યા. ના, મા ! અમે તો તારી સાથે જ રહીશું. અમે એકલાં નહિ રમીએ.” છતાં પણ સુશીલાએ તેમને સમજાવી, પટાવીને દૂર મોકલી દીધા. પછી ભદ્રાને ઉદેશીને બોલી : કહો, મારે શું કામ કરવાનું છે? મને બતાવે હું તે કરવા માંડું.” અને ભદ્રાએ તરત જ બે ભારે બેડાં આપ્યાં અને કહ્યું, “લે આ બેડાં ને સામેના કૂવેથી પાછું ખેંચી લાવ.” સુશીલાએ નતમસ્તકે બેડાં લઈ લીધાં. અને એક બેડું માથે અને એક બેડું કાખમાં. નીકળી તે કુવે પાણી ભરવા. બેડાં વજનદાર હતાં. વળી કઈ દિવસ તેણે કૂવામાંથી પાછું ભર્યું ન હતું. છતાંય મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતી એ કુવામાંથી દોરડું નાખીને પાણી ભરવા લાગી. દોરડાને લીધે તેની હથેલીમાં ચાંદા પડી ગયાં. લેહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust