________________ 132 કે ભીમસેન ચરિત્ર માંજતા શીખ. ઘસીને માંજીશ તો તારી મહેદી સુકાઈ નહિ જાય. . “છોકરા સાચવવા’તાં તે અહી શુ દાટવા આવી હતી. ખબરદાર ! જે છોકરાઓ પાછળ બહુ સમય બગાડથી છે તો ? અહી તું મારા ઘરનું કામ કરવા આવી છે. તારા છોકરા ઉછેરવા નથી આવી સમજીને ! આવી આવી તે અનેક કટકટ ભદ્રા કરતી ને સુશીલાને ન સંભળાવવાનું સંભળાવતી. એ સાંભળીને સુશીલાની આંખમાં આંસુ આવી જતાં. પણ એ પ્રગટ ૨ડતી નહિ. એમ રડે તો તો ભદ્રા વધુ જ ફેલી ખાય ને ? આથી એ છાનું છાનું રડી લેતી. ભીમસેનને પણ પોતાના આ દુઃખની વાત કહેતી નહિ. પિતે એકલી જ સમભાવે તે બધું સહન કરી લેતી. ભદ્રા બાળકોને વઢતી ને ડરાવતી ત્યારે તેને જીવ કપાઈ જતો હતો. એવું જ્યારે બનતું ત્યારે તે રીતે તે બાળકોને વહાલથી પંપાળીને ખૂબ રડતી. અને કયા પાપે મારા આ ફૂલ જેવા બાળકોની આ દશા થઈ છે એમ દેવને પૂછતી. પણ દેવ કંઈ થોડું જવાબ આપે છે? આથી એ વિચારતી કે આ બધી કમની લીલા છે. પિોતે પૂર્વભવમાં કોઈ ખરાબ કર્મો કર્યા હશે. તે આજ ઉદયમાં આવ્યાં છે. આમ પિતાના જ કર્મોનો દોષ દઈએ શાંતભાવે બધાં દુઃખ સહન કરતી હતી. ચેડા દિવસોમાં તો ભદ્રાએ સુશીલા અને તેના બાળકની દશા અધમૂઆ જેવી કરી નાંખી. LIIIIIIIILAL . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust