________________ ભદ્રાની ભાંડણ લીલા 137 શેઠનાં આવાં વચનો સાંભળી ભીમસેન લજજા અનુભવવા લાગ્યો અને નોકરી જવાના ભયથી ગળગળો બની ગ. શેઠને આર્જવભર્યા કંઠે તે કહેવા લાગ્યા : નહિ નહિ. શેઠ ! એવું ન બોલશે. તમે તો દયાળુ છે. મારા પરમ ઉપકારી છે. તમે મને નોકરીમાંથી કાઢી મુકશે તે હું કયાં જઈશ? મારું તે શું થશે ? હું તે આપને બાળક છું. મારા ઉપર આપ ક્રોધ ન કરે. હું બરાબર ધ્યાનથી બધાં કામ કરીશ.” લક્ષ્મીપતિ શેઠને પણ દયા આવી ગઈ. તેમણે મૌન ધારણ કર્યું. થોડીવાર પછી બોલ્યા : “ઠીક, હવેથી કામમાં બરાબર ધ્યાન રાખજે. અને કડક રીતે ઉઘરાણી કરજે.” ભીમસેન તે પછી કામમાં બરાબર ધ્યાન રાખવા લાગ્યા. પોતાનાથી કંઈ ભૂલ ન થઈ જાય તેમ કાળજી રાખવા લાગ્યા. ઉઘરાણી કરવામાં તે થોડે ઉગ્ર થવા લાગ્યો. આમ તેનું ગાડું ચાલવા લાગ્યું. - પણ વિધિને ભીમસેનનું ગાડું બરાબર ચાલે તે પસંદ ન હતું. એ હજી તેની ઘણી કોટી કરવા માંગતી હતી. એક દિવસ એવી કસોટી આવીને ઊભી રહી. એક બપોરે શેઠ ઘેર આવ્યા. તેમને દેહશૌચ માટે જવું હતું. આ માટે તેમને પણ જોઈતું હતું. ભદ્રા તે સમયે ઉપરના ખંડમાં હતી. આથી સુશીલાએ કળશે પાણી ભરીને આપે. દેહશૌચથી આવ્યા બાદ તેણે જ શેઠને હાથ–પગ ધવરાવ્યા. આ સમયે અનાયાસ જ શેઠની નજર સુશીલા ઉપર ગઈ. બપેરે શઠ 1ii જોઈતું હતું ભરીને આખ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust