________________ 126 નોકરીની શોધમાં “તો બસ, લઈ આવ તારા કુટુંબને અને લાગી જા આજથી કામે.” લક્ષ્મીપતિએ ઉતાવળ કરી. - ભીમસેન એ સાંભળી વિચારમાં પડી ગયે. તેને થયું કે આજે ને આજે તો કેવી રીતે કામે લાગી જવાય. ભૂખથી પેટ સૌના ભડકે બળે છે. ને મુસાફરીનો થાક અસહ્ય લાગ્યું છે. આથી તે દીનભાવે શેઠને કહેવા લાગ્યોઃ * “શેઠજી! એક વધુ ઉપકાર મારા ઉપર કરો. છેલ્લા ત્રણ દિવસથી અમે કેઈએ અન્નને દાણે પણ જે નથી. ત્યાં ખાવાની તો વાત જ કયાં કરવી? માટે પ્રથમ અમારા સૌની સુધા શાંત થાય તેવો પ્રબંધ કરાવી મને ઉપકૃત કરે.” લક્ષ્મીપતિએ તરત જ તેને બજારમાંથી ભોજન સામગ્રી મંગાવી આપી અને આ ભાતુ લઈ ઉતાવળી ગતિએ તે પિતાના બાળકો પાસે આવ્યો. પોતાના બાળકની ભૂખનું દુઃખ તેનાથી જોયું નહોતું જતું. આથી પ્રથમ તેણે પ્રેમથી બાળકોને જમાડયા. વાવ– માંથી પાણી લાવીને તેમને આપ્યું. પેટમાં ભેજન જવાથી દેવસેન અને કેતુસેનને ઠંડક થઈ અને તેઓ આથી ઉત્સાહમાં આવી ગયા. એ જોઈને ભીમસેન અને સુશીલાને પણ શાંતિ થઈ ત્યારબાદ બંને પતિ-પત્નીએ બાકીનું ભાતું પૂરું કર્યું અને ઉપર વાવનું શીતળ જળ પીધું. થોડીવાર બાદ સુશીલા વિનયથી બોલીઃ “સ્વામીન ! આજની ચિંતા તો દૂર થઈ ગઈ. પણ હવે પછી શું કરીશું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust