________________ s -- * - કરે. હે જનાધિપ! આપની કૃપાદૃષ્ટિ વડે સર્વજને સંપૂર સુખને ભોગવે છે. હે દુર્ભિક્ષનાશક! આપ કટાક્ષ લેશક મને શિધ્ર કૃતાર્થ કરો.” ' સુશીલાની આ મજલ વાણી સાંભળી ગુણસેન બરાબર જાગ્રત થઈ ગયે. તેણે રાણીને બેસવા માટે કહ્યું ને પૂછયું “અરે કમલાક્ષિ ! આપ અત્યારના સમયે ? રાત્રિ તો હજી ઘણું બાકી છે. આમ, એકાએક આપનું આગમન કેમ થયું? એ મને જણ.....” સુશીલાએ તરત જ હળવા સાદે પોતાના સ્વપ્નની બધી વાત જણાવી. એ જાણુ ભીમસેને સ્વપ્નનું ફળ કહ્યું : પ્રિયે ! તને આવેલું આ સ્વપ્ન ઘણું જ શુભ અને મંગળ છે. આ સ્વપ્ન બતાવે છે કે તેને તેથી પુત્ર થશે. એ પુત્ર આપણે કુળને દીપાવશે અને જગતમાં મહાયશને પ્રાપ્ત કરશે. પ્રભાવશાળી પણ એવો જ થશે.” આ સાંભળી હશીલા આનંદમાં આવી ગઈ અને તે દિવસથી તે પ્રસુતિના સમયની રાહ જોવા લાગી. ગર્ભના ત્રીજા માસે તેને દેહલે થો. તેણે ભીમસેનને જણાવ્યું કે પોતે હાથી પર બેસીને બળવાન સૈનિકે સાથે લઈ મેટા આડંબર સહિત દેવાધિદેવ શ્રી વીતરાગ પ્રભુની પૂજા કરવા માંગે છે. ભીમસેન તો શણની આ અભિલાષા જાણીને ખુશ થઈ ગયે. એક તો તે જિનેન્દ્ર ભગવાનને પરમ ભક્ત હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust