________________ ભીમસેન ચરિત્ર . . 107 માને રડતી જોઈ અને તેને જમીન ઉપર પડી ગયેલી જઈ બંને કુમારે ગભરાઈ ગયા. તેઓ પણ જોર જોરથી રડવા લાગ્યા અને “પિતાજી.પિતાજી...” એમ બૂમે મારવા લાગ્યા. - બાળકોની ચીસો ને રડવાનો અવાજ સાંભળી ભીમસેન ઘણી જ ઝડપથી તરતો તરતો બહાર આવ્યું અને દોડતા કુમાર પાસે આવીને ઊભો રહ્યો. કુમારોએ જણાવ્યું કે ઘરેણાંની પિટલી કોઈ આવીને ઉપાડી ગયું એટલે મા રડી પડી હતી અને રડતાં રડતાં જ જમીન ઉપર ઢળી પડી હતી. ભીમસેને પ્રથમ બાળકોને રડતાં શાંત કર્યા. પછી નદીમાંથી જળ લાવી સુશીલાના અંગે ઉપર છાંટવા લાગે ને પ્રેમથી તેને પંપાળવા લાગે. જળને શીતળ અને સ્વામીને નેહાળ સ્પર્શ થતાં જ સુશીલા થોડીવારે ભાનમાં આવી. ભાનમાં આવતાં જ તે હૈયાફાટ રડવા લાગી અને નિ:શાસા, નાખવા લાગી ભીમસેનને પણ તેથી સખત આઘાત લાગ્યું. તેનું હૈયુ પણ વિચલિત બની ગયું. તે વિચારવા લાગ્યું : હવે હું શું કરીશ ? કયાં જઈશ? મારા આ દુઃખની વાત હું કોને જઈને કહીશ? કોણ મારું સાંભળશે? મેં આ જન્મમાં તે એવા કઈ પાપ નથી કર્યો. ઉત્તમ પ્રકારના મેં દાન દીધાં છે. છતાં પણ આજ મારી આ દશા કેમ ? નહિ, નહિ, મારા પૂર્વના કર્મોનું જ આ ફળ મને મળી. રહ્યું છે. નહિ તે મારે સગે ભાઈ આજ મારે દુશમન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust