________________ 100 ભીમસેન ચરિત્ર જગતને વ્યવહાર જ એ બની ગ છે, કે નિર્ધન માનવ આજ ધરતી ઉપર ભાર જેવું લાગે છે. આજ મારી પણ એવી દુર્દશા થઈ છે. મારી પાસેનું તમામ ધન આજ લૂંટાઈ ગયું છે. ચેર તેને ચોરી ગયા છે. આજ હું ગરીબમાં ગરીબ છું. વળી મારાં વસ્ત્રો પણ સાવ મેલાં ને ગંદાં થઈ ગયાં છે. રસ્તાના રઝળપાટ ને આવી પડેલી આપત્તિની ચિંતાથી શરીર પણ સાવ કંગાલ બની ગયું છે. હું શું કરું? શું ન કરું ? શું મારે હવે ઘરેઘર ભિખ માંગવી પડશે? ના, ના, ભિખ તે હું નહિ જ માંગું ? તે હું શું કરું ? આમ ધનના અને પિતાની ગરીબાઈના વિચાર કરતાં ફરી એ કર્મના વિચારે ચડી ગયે: ખરેખર મારું આ દુઃખ ને દઈ જ્ઞાનીઓ જ જાણી શકે તેમ છે. તેઓ જ કહી શકે કે આજ હું મારા કયા પાપનું પરિણામ ભોગવી રહ્યો છું. આ બધી કર્મની જ વિટંબના છે. પૂર્વ જન્મમાં જેવાં કર્મો કર્યા હોય તેવાં જ શુભ અશુભ ફળ આ ભવે ભેગવવાં પડે છે. આથી વૃથા ચિંતા શું કરવી ? કર્મરાજાએ કઈ ને બાકી નથી રાખ્યા. મેટા મોટા ચમરબંધી અને શહેશહેનશાહની પણ તેણે પરવા નથી કરી અને પિતાનો સમતોલ ન્યાય તે છે. રામચંદ્રને વનવાસ અપાવ્યો, બલીરાજાને બંદીવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust