________________ 122 . નેકરીની શોધમાં ખરેખર આ પેટનું દુઃખ ઘણું જ કઠિન છે. તેના લીધે ભલભલા - પુરુષનું અભિમાન નષ્ટ થઈ જાય છે. આ પેટની ભૂખની ચિંતા ન હોત, તેનું દુઃખ ન હોત, તો જાતને કોઈપણ માણસ કોઈનું ય અપમાન સહન ન કરત. શેઠ ! હું જાણું છું, કે યાચના કરવાથી માનવીનું મહત્ત્વ નાશ પામે છે. તેનાથી મને શરમ પણ આવે છે. છતાંય પણ હું આપની પાસે આવ્યો છું. આ પેટની બળતરા, ભૂખનું દુઃખ ખરેખર અસહ્ય છે. અને શેઠ! હું એ પણ સમજ કે વન અવસ્થામાં ગરીબાઈમાં જીવવું અતિ કષ્ટદાયક છે. પરંતુ પરાધીન રહેવું અને પાન ખાવું, તે દુઃખ તે તેનાથી ય વિશેષ ને કષ્ટકારક છે. શેઠ ! આ પેટને ખાડે જ એવો છે કે જે કદી ભરાતા નથી. તે સદા સર્વદા ખાલીને ખાલી જ રહે છે. આથી જ માનવી તેના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. આ માટે તેઓ દુરાચાર સેવે છે. અસત્ય બોલે છે. વિશ્વાસઘાત પણ કરે છે. આમ અનેક પ્રકારે તે જુઠ અને પ્રપંચ કરે છે. અને અનેક પાપકર્મો કરે છે. આ માનવશરીર ઉત્તમગુણેનું સ્થાન છે. કોઈ પણ પ્રકારની ધર્મક્રિયા કરવા માટેનું તે સાધન છે. અને આ જ દેહ અનેક દુઃખનું કારણ પણ છે. એટલું જ નહિ તિરસ્કારનું સ્થાન પણ તે જ છે. આ જગતમાં માનવી પિતાના અને પિતાના કુટુંબી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust