________________ ભીમસેન ચરિત્ર 121 ' એમ વિચારી તેણે ભીમસેનને પૂછયું : “ભાઈ! તું કોણ છે? કયાંથી આવે છે? આ નગરમાં શા માટે તારે આવવું પડયું છે. તેને કોઈ દિવસ આ નગરમાં જે તે નથી. આથી લાગે છે, તે કોઈ પરદેશી છે. જે હોય તે ભાઈ! સુખેથી કહે.” શેઠનાં આવાં સહાનુભૂતિ ભર્યા વેણ સાંભળી ભીમસેન બો : “ક્ષત્રિય છું અને પૂર્વભવના પાપકર્મોનું ફળ આજ ભોગવી રહ્યો છું અને દુષ્ટ એવી ઉદરપૂતિ કરવા માટે આ નગરમાં આવ્યો છું. શેઠ! તમે તો જાણતા જ હશે, કે જેણે ઉત્તમ રાજ્ય શૈભવના સુખ મેળવ્યાં હોય, મહાજન લોક જેની સ્તુતિ કરતું હોય, સર્વ લેકની શોભાથી જે શેભતો હોય, તે જ માનવ આ જગતમાં પ્રશંસનીય સુકૃતનું એક પાત્ર ગણાય છે. તેવો જ માનવી પુણયશાળી મનાય છે. અને વિદ્વાનજને તે એવા જ માનવીના જીવનને સાર્થક ગણે છે કે જે જ્ઞાન, શૌર્ય અને શૈભવ તેમજ ઉત્તમગુણેથી ઓપતો હોય. એ વિના તો કાગડા અને કૂતરા પણ ગમે તેમ કરીને પણ જીવે છે. પણ તેના જીવનની કિંમત શું ? વળી શેઠ! જેની બુદ્ધિ હિત અને અહિતને વિચાર કરવામાં શૂન્ય છે, જિનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતથી જે દૂર છે, અને જે માત્ર પિટનો ખાડે ભરવા માટે જ રાત દિવસ મહેનત કરે છે, તેવા માણસ અને પશુમાં શું ફરક છે ? તેવા માણસો અને પશુ બંને બરાબર જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust