________________ 123 ભીમસેન ચરિત્ર જનના પેટને ખાડે પૂરો કરવા માટે તે વેપાર કરે છે, અને કેટલાક તો આ લેકમાં નહિ સેવવા ચગ્ય એવા અધમપુરુની સેવા ચાકરી પણ કરે છે. ન જાણે માનવી આ ભૂખના દુઃખને નીવારવા શું શું નથી કરતો ? નિર્ધન પુરુષે અન્ય માણસો સાથે બનાવટ કરી તેમનું દ્રવ્ય પડાવી લે છે. લૂંટારાઓ મુસાફરોને રસ્તામાં લુંટી લે છે. ચેર લેક ખજાનામાં દાટેલ ધન ચેરી જાય છે. આ બધા જ એ પોતાના પિટને ખાડો પૂરવા માટે જ કરે છે. છતાં પણ એ ખાડે તો અધૂરે ને અધૂરો જ રહે છે. સાંજે વાળુ કરીને સૂતા બાદ સવારે તો ફરી પાછો એ ખાલી થઈ જાય છે. ને ભૂખનું દુઃખ કાયમ રહે છે. દુર્દેવને લીધે માનવીને ગરીબાઈ પ્રાપ્ત થાય છે. ગરીબાઈથી શરમ પેદા થાય છે. શરમ પિદા થવાથી સત્વથી બ્રગટ થવાય છે. નિઃસવ થવાથી પરાભવ થાય છે. પરાભવ પામવાથી માનવીના અંતરમાં શોક વ્યાપે છે. શોકથી ઘેરાયેલા રહેવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટ બુદ્ધિથી નિવીય થવાય છે. આમ આ એક ગરીબાઈ જ અનેક દુઃખોની જડ છે. આ માટે શંકરનું જ દષ્ટાંત જુવોને ? શંકરનું વસ્ત્ર માત્ર એક વ્યાઘ્રચર્મ છે. આભૂષણમાં માનવની ખોપરી છે. અંગલેપનમાં જુઓ તો ભસ્મ છે. અને બેસવાના આસન માટે બળદી છે. જે ગણો તે શંકરની આટલી સંપત્તિ છે. એમ વિચાર કરીને ગંગા જેવી ગંગા નદી તેમની ગરીબાઈથી દૂર થઈ સમુદ્રમાં ચાલી ગઈ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust