________________ ભીમસેન ચરિત્ર 113 પિતાને લાગેલે થાક, ભૂખ, ઉજાગર, આવી પડેલી પરિસ્થિતિની ચિંતા ને સંતાનોનું દુઃખ–આ બધાંને લીધે ભીમસેનને ચાલતાં ચાલતાં ચક્કર આવવા લાગ્યાં. મહામુશીબતે મનને મક્કમ કરી, દેવસેનને સંભાળતો તે આગળ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક સરોવર આવ્યું. હવા પણ ઠંડી કુંકાવા લાગી. સૌના દિલને ડી શાતા થઈ. ભીમસેને દેવસેનને સરોવરને કાંઠે નીચે ઉતાર્યો અને પોતે સૌના માટે પાણી લેવા સરોવરમાં ગયે. સૌને પાણી પાયું અને છેલ્લે તેણે પાણી પીધું. પાણી પીવાથી સૌના દેહમાં થોડી રૃતિ આવી. થોડા સમય ત્યાં ઠંડકમાં સૌ બેઠાં. થોડાક આરામ કર્યો અને પછી આગળ ચાલ્યા. ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગર આવ્યું. તેના પાદરે એક વાવ હતી. વાવ ઘણું જ વિશાળ હતી. અને નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. હંસના નાદથી ત્યાંનું વાતાવરણ પ્રસન્ન લાગતું હતું. ત્યાંથી થોડે દૂર એક જિનાલય હતું. શિખર ઉપર જૈન શાસનની વિજયપતાકા ફરકી રહી હતી. ભીમસેને સૌને વાવ આગળ બેસાડયા. પિતે વાવમાં સ્નાન કરવા ગયો. સ્નાન કરીને તે પૂજા કરવા જિનમંદિરમાં ગ. સુશીલા અને કુંવરે પણ જિનેશ્વરનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યા. વીતરાગ પ્રભુની નિર્મળ ને શાંત પ્રતિમા જોઈ સૌના. અંતરની વેદના અધીર શાંત થઈ ગઈ. સૌએ ભાવપૂર્વક ત્રણ, ભી, 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust