________________ ભીમસેન ચરિત્ર 117 ઘણું ઔષધ લીધા પરંતુ ધર્મકાર્યમાં મે જરાય પ્રયત્ન કર્યો નહિ. ' અરેરે! આ મોહનો પાશ કે જબરે છે. આત્મા નથી. પુણ્ય નથી. પરભવ નથી. એવી નાસ્તિક વાણી ઉપર મેં શ્રદ્ધા રાખી. ખરેખર મારા માટે એ કેટલું બધું શરમજનક છે કે સત્ય સિદ્ધાંતરૂપ આપ બિરાજમાન હોવા છતાં પણ તે નાસ્તિકના દરવાચો દોરા. હે પ્રભે ! મારી એ મૂઢતાને ધિકાર છે ! - મનુષ્યજન્મ પામી મે દેવપૂજા ન કરી. પાત્ર સેવા ન કરી, પવિત્ર અને મહામૂલ એવું મને જૈનકુળ મળ્યું, છતાંય મેં શ્રાવકધર્મ ન પાળ્યો. સાધુ ભગવંતોની સુશ્રુષા ન કરી. ખરેખર ! હે પ્રભો ! મારે જન્મ તો ફોગટ ગો છે. હે નાથ કામવશ થઈ મેં વિષયમાં પ્રીતિ કરી. જે પરિણામે તે દુઃખદાયક જ હોય છે. છતાંય હું તેમાં આસક્ત બનીને રહ્યો. પરંતુ ઉભય લોકને સુધારનાર એવા જિનેન્દ્ર ભગવંતના ઉપદેશમાં મેં જરાપણ મન પરોવ્યું નહિ. નિત નવીન ભોગપભોગના વિચાર કર્યા પણ તે સૌ રાગના કારણે છે, તેવી બુદ્ધિ મને સૂઝી નહિ અને સૌ મરણના કારણ છે અને સંસારમાં પરિભ્રમણ કરાવનાર દુષ્ટ ત છે, તેને મેં વિચાર કર્યો નહિ. - હે તારક પ્રભો ! મેં સાધુના શીલરત્નનું ધ્યાન કર્યું નથી. પરેપકાર ક નથી. તીર્થોને ઉદ્ધાર કર્યો નથી. ખરેખર મારું આ જગતમાં જનમવું વૃથા જ ગયું છે. હે જગભે ! ગરુના વચનેમાંથી શાંતિ મેળવવાને બદલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust