________________ 106 નશીબ બે ડગલાં આગળ ત્યાંથી થોડે દૂર એક ઝાડની શીતળ છાયામાં સૌ બેઠાં. ભીમસેને સુશીલાને કીધું: “તમે સી ડીવાર હમણાં અહીં આરામ કરે. ત્યાં સુધીમાં નદીમાં કેટલું પાણી છે તે હું જેઈ આવું.” એમ કહી ભીમસેન નદીના પાણું ઉંડાણ માપવા નદીમાં પડે અને પિતાની સશકત ભુજાઓથી નદીના નીરને વિધતે નદી પાર કરવા લાગ્યું. મા ! હવે નથી સહન થતું. તું મને પાણી લાવી દે ને. મને ખૂબ જ તરસ લાગી છે. નદી જેઈને દેવસેન બોલી ઊઠે. લાવી દઉં બેટા! હાં, અહી તું બેસ, હમણાં જ નદીમાંથી પાણું લઈ આવું છું.' એમ કહી સુશીલા ઝાડના પાંદડાંનું પડીયું બનાવીને નદીમાં પાણી લેવા ગઈ. એ પાણી લઈને આવી ત્યાં કેતુસેને દેહશૌચની માંગણી કરી. સુશીલા ફરીથી તે માટે નદીએ ગઈ આ સમયે એક ચેર તેને પાછળથી બરાબર ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેની નજર પિટલી ઉપર હતી. જેવી સુશીલા નદી તરફ ગઈ કે તરત જ તેણે ઝડપથી એ પોટલી ઉપાડી લીધી અને રફુચક્કર થઈ ગયો - સુશીલા કેતુસેનને લઈ પાછી ફરી તે દેવસેને નિરાંતે - સૂર્યો હતો અને પિટલી ગાયબ થઈ ગઈ હતી. એ જોઈને તે હૈયાફાટ રડી પડી અને રડતાં રડતાં જ મૂછિત થઈ જમીન ઉપર ઢળી પડી. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust