________________ ભીમસેન ચરિત્ર 105 બાંધી માથે મૂકીને ચાલવા લાગી. એક હાથે તે પોટલી સંભાળતી હતી અને બીજા હાથે તે કેતુસેનને પકડીને ચાલતી હતી. ભીમસેન અને દેવસેન સાથે સાથે ચાલતા હતા. પરંતુ બંને કુમાર ખૂબ જ થાકી ગયા હતા. રાતના તેઓએ ગાઢ નિદ્રા લીધી હતી, પરંતુ તેમને થાક ઉતર્યો નહતો. વળી પગમાં કંઈ વાગવાથી લેહી પણ નીકળ્યું હતું, અને એ ઘા સખ્ત વેદના આપતો હતો. રાજમહેલમાં કઈ દિવસ દુઃખ અનુભવ્યું ન હતું. અરે ! તેની કલ્પના પણ નહોતી કરી. આથી આ દુઃખ તેમને અસહ્ય વેદના આપતા હતા. છતાં પણ સંસ્કારના બળે તેઓ થાય તેટલું સમભાવે સહન કરતા હતા. છેવટે જ્યારે એ વેદના સહન ન થઈ શકી એટલે તેમનાથી રડી પડાયું. આંખમાંથી આંસુ સરી પડ્યાં. પિતાના સંતાનોને દુઃખમાં રડતા જોઈ કયા માબાપ ધીરજ ધરી શકે ? એવા તે કયા મા–બાપ હોય કે જે મનની સ્વસ્થતા ધારણ કરી શકે? દેવસેન અને કેતુસેનને રડતા જોઈ ભીમસેન અને સુશીલાની આંખમાં પણ આંસુ ઉભરાઈ આવ્યાં. તેમનું હૈયું અંદરથી આનંદ કરવા લાગ્યું. ત્યાં દેવસેન બોલ્યોઃ “મા મને તરસ લાગી છે. મને પાણી લાવી દે ને.” - “લાવી દઉં છું બેટા ! જરા દર્ય ધર હોં. જે સામે નદી દેખાય છે ત્યાં સુધી તું ચાલ. સુશીલાએ કેતુસેનને વાત્સલ્યથી પંપાળતાં કહ્યું.. ધીમે ધીમે ચાલતાં તેઓ સૌ નદી કાંઠે આવી પહોંચ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust