________________ જંગલની વાટે ઉપર ધૂળ અને પથ્થર વગેરે મૂકીને તે પણ આવીને કુટિરમાં સૂઈ ગયે. સૌથી છેલ્લે સુશીલા સૂતી. કારણ આર્યાનારી પતિના સૂતા બાદ જ સૂઈ જાય છે. બધાયને ચાલવાથી એટલે બધા થાક લાગ્યો કે થોડા જ સમયમાં સૌ નિદ્રાદેવીના ખોળે શાંતિથી પોઢી ગયાં. કેટલાક સમય બાદ બંને કુમારો એક ઝીણી ચીસ પાડીને જાગી ગયા. એ ચીસ સાંભળીને ભીમસેન અને સુશીલા પણ જાગી ગયાં. એ બંનેએ જોયું તે બંને કુમારના પગમાંથી લેહી નીકળતું હતું અને પગમાં કંઈક વાગ્યે હતું. એ વેદનાથી તેઓ હેરાન થઈ રહ્યા હતા. - ભીમસેન અને સુશીલાએ બંનેને સમજાવીને તેમજ થોડી સુશ્રુષા કરીને શાંત કર્યા. અને ફરીથી તેમને સૂવરાવી દીધા. કુંવરો સૂઈ ગયા છે એમ જાણી તેઓ પણ સૂઈ ગયાં. તેઓ ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં, તેવામાં ત્યાં કેટલાક ચાર આવ્યા. અને પર્ણકુટિરની પાછળના ભાગમાં ચોરીને લાવેલા માલની વહેંચણી કરવા બેઠા. એ વહેંચણી કરતાં હતાં, ત્યાં એક ચોરની નજર ભીમસેને જે ખુણામાં ઘરેણુની પોટલીઓ દાટી હતી એ જગા ઉપર ગઈ. તેને શંકા ગઈ કે અહીં આટલામાં કઈ સૂતું હોવું જોઈએ અને તેણે આ જગાએ કંઈ સંતાડયું હોવું જોઈએ. તેણે તરત જ કુટિરમાં તપાસ કરી, તે ભીમસેન વગેરે બધાને તેણે સૂતેલા જોયા. તેણે પાકી ખાત્રી કરી જોઈ ભી. 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust