________________ જંગલની વાટે કુમારે તો ત્યાં પહોંચતા જ જમીન ઉપર હાથનું ઓશીકું કરીને સૂઈ ગયા. વાહ રે કર્મરાજા! વાહ! શી તારી લીલા. ક્યાં રાજમહેલમાં સુવર્ણ પલંગમાં ને સુકોમલ શય્યામાં સૂતા આ રાજકુંવરો ! ને ક્યાં આજ ભેંય પથારી કરી હાથનું ઓશીકું કરીને સૂતેલા કુંવરો! કયાં એ રાજમહેલના વૈભવ ને ઠાઠમાઠ ! ને ક્યાં આ જંગલની ગરીબાઈને કછો ! કયાં એ રાજમહેલની સુખ સગવડો ! ને કયાં આ ધૂળથી ખરડાયેલાં શરીરે ! ક્યાં એ સુગંધિત જલાશમાં સ્નાન ! ને તેલમર્દન ! ને કયાં આજે ગંધાતા ને પરસેવાથી લદબદ શરીરે ! ખરેખર આ કર્મની લીલા અપરંપાર છે! તેને કોઈ પાર પામી શકયું નથી. કર્મના પ્રતાપે જીવ એકવાર અપૂર્વ સુખ અને સાહ્યબીમાં હાલે છે. તે એના જ પ્રતાપે એ જીવ આધિ ને વ્યાધિમાં સબડે છે ! સાચે જ કહ્યું છે કે, સ્વાર્થને નાશ કરનાર પ્રટ રચનાવાળી દૈવની ગતિ વિચિત્ર છે. નહિ તે આ રાજકુમારોને શી વાતની કમીના હતી ? કઈ વસ્તુની તેઓને ઉણપ હતી. પણ માંગતાં દૂધ હાજર થતું હતું. તેમને પડ્યો બોલ ઝીલવા અનેક દાસદાસીઓ ખડે પગે ઊભા રહેતા હતા. રહેવા માટે આલિશાન મહેલ હતો. ખાવા માટે પૌષ્ટિક ને સાત્વિક ભય પદાર્થો હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust